Osho
’ઓશો સરળ સંત અને પ્રફુલ્લ દાર્શનિક હતા. એમની ભાષા કવિની ભાષા છે. એમની શૈલીમાં હૃદયને દ્રવિત કરતી ભાવનાની ઉચ્ચતમ ઊંચાઈ પણ છે અને વિચારોને ઝકઝોળતી અતૂટ ઊંડાઈ પણ છે.એમની ગહેરાઈનું જળ દર્પણની જેમ એટલું નિર્મળ છે કે તળને જોવામાં મુશ્કેલી નથી થતી. એમનું જ્ઞાન અંધકૂપની જેમ અસ્પષ્ટ નથી. કોઈ સાહસ કરે, પ્રયોગ કરે તો એમના જ્ઞાન સરોવરના તળ સુધી સરળતાથી પહોંચી શકે છે.’ઓમપ્રકાશ આદિત્ય(હાસ્ય-વ્યંગ્યના સુપ્રસિદ્ધ કવિ)